શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ , વિસનગર. |
---|
(1) બજાર સમિતિએ ૪૪ એકર ૩૩ ગુંઠા જમીનમાં અધતન માર્કેટયાર્ડ વિકસાવેલ છે. |
(2) માર્કેટયાર્ડમાં પાકા રોડ , સ્ટ્રીટ લાઈટ , ઓફિસ બિલ્ડીંગ , બોર્ડ રૂમ , સભાખંડ , ગટર વ્યવસ્થા , ર્વાટર કુલર , ર્વાટર વર્કસ , ગ્રામ્ય ગોડાઉન , મજુર વસાહત , કપાસ ( રૂ ) માટે ઓકશન શેડ , શાકભાજી માર્કેટ , કિશાન ભવન , સેનેટરી , વેપાર ભવન તથા ઇલેકટ્રીક અંડર ગ્રાઉન્ડ લાઇનની તથા પિવાના શુધ્ધ પાણી ( મીનરલ ર્વાટર પ્લાન્ટ ) જેવી સગવડો ઉપલબ્ધ છે. |
(3) માર્કેટયાર્ડમાં સ્વસ્છતા જાળવવાના હેતુથી ટ્રેકટર , હાઈડ્રોલીક ટ્રેઈલર , કન્ટેઈનર બોકસ , કચરાપેટી , ફાર્મસ ગેસ્ટ હાઉસ , કોમ્પ્યુટર ( કિયોસ્ક ) તથા પરચુરણ દુકાનો , બેન્કીંગ સવલત , પોસ્ટ ઓફિસ , સ્ટેટ વેર હાઉસીંગ ગોડાઉન તથા કોટન ગોડાઉન તેમજ સિકયુરીટીની સેવા ઉપલબ્ધ છે. |
(4) બજાર સમિતિ , વિસનગર તરફથી ભોજનાલય વિભાગ નહી નફો નહી નુકશાનના ધોરણે ચલાવવામાં આવે છે. જે આકર્ષણનું કેન્દ્ર છે. |
(5) સને : ૨૦૧૪ / ૨૦૧૫ ના વર્ષનું માર્ચ - ર૦૧પ અંતિત માર્કેટયાર્ડનું વાર્ષિક ટર્ન ઓવર અંદાજે પ.૭૯ અબજ થયેલ છે. અને કુલ આવક રૂા. ૩૯૯૪૦૬૬૫=૮૪/- તથા કાયમી ભંડોળ રૂા. ૧૩.૦૧ કરોડ થવા પામેલ છે. |
(6) માર્કેટયાર્ડમાં ટી. એમ. સી. યોજનાનો લાભ લઈ જરૂરી સગવડો ઉભી કરી રૂા. રપ/ લાખની સહાય મેળવેલ છે. |
(7) સેકટર રીફોર્મ યોજના અંતર્ગત પાણી પુરવઠાના કામો અંગે એન. જી. ઓ. તરીકે માર્કેટ કમિટિ વિસનગરની પસંદગી થતાં ૯૦:૧૦ ની સ્કીમમાં તાલુકાનાં ૬૦ ગામોને આવરી લીધેલ છે. |
(8) સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના હેઠળ વિસનગર તાલુકામાં ૬૦:૪૦ તથા ૮૦:૨૦ ની સ્કીમમાં ૪૬ ચેકડેમો બનાવેલ છે. |
(9) સરકારશ્રીની કિશાન કલ્પવૃક્ષ યોજના ૨૦૧૦ — ૨૦૧૧ અંતર્ગત માર્કેટયાર્ડમાં નવીન કોટન ઓક્ષન પ્લેટફોર્મ , નવીન સેનીટેશન , પાર્કિંગ શેડ તથા કમ્પાઉન્ડ ર્વાલના બાંધકામ સારૂ ૧.૭ કરોડના કામમાં ૨૫% પ્રમાણે ૨૬.૭૬ લાખની સહાય મેળવેલ છે. તથા આર. કે. વી. વાય અંતર્ગત રૂા. ૨૫/- લાખ સહાય મળેલ છે. |
(10) માર્કેટયાર્ડમાં નવીન આર. સી. સી. રોડ બાંધકામ અંગે ૨.૯૮ કરોડના કામોની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. |
(11) કોટન ઓક્ષન પ્લેટફોર્મ ઉપર પ્રોફલેક્ષ સીસ્ટમનો શેડ બનાવવામાં આવેલ છે. |
(12) ગ્રુપ પર્સનલ એકસીડન્ટ વિમો વ્યકિત દિઠ રૂા. ૫૦૦૦૦/ નો ૫ થી ૭૦ વર્ષ સુધીની શહેર / તાલુકાના તમામ ગામોની વ્યકિતઓનો આ વિમા પોલીસીમાં સમાવેશ કરવા બજાર સમિતિ , વિસનગર તરફથી રૂા. ૧૮.૯૦ લાખ તા. ૧ / ૯ / ૨૦૧૫ થી ૩૧ / ૮ / ૨૦૧૬ સુધીની મુદત માટે પ્રિમીયમ ભરપાઇ કરેલ છે. |
(13) ખેડૂતોના કપાસનાં ભરેલા વાહનોની હરાજી બંન્ને કોટન પ્લેટફોર્મ ઉપર શરૂ કરવામાં આવેલ છે જેના કારણે માર્કેટયાર્ડમાં ટ્રાફીકની સમસ્યા હળવી થયેલ છે. |
(14) માર્કેટ કમિટિ વિસનગર તરફથી ૨ ( બે ) વે - બ્રીજની સુવિધા ઉપલબ્ધ કરેલ છે ખેડૂત માલનું વજન વિના ચાર્જે કરી આપવામાં આવે છે. |
(15) વિસનગર તાલુકામાં તળાવ ઉંડાં કરવા અંગે ૧૦% પ્રમાણેના લોકફાળાની રકમ માર્કેટ કમિટિ વિસનગરના ફંડમાંથી ભરપાઈ કરવામાં આવેલ છે. |
(16) ખેડૂતોએ પોતાનો ખેત ઉત્પન્નનો માલ વિસનગર માર્કેટયાર્ડમાં વેચી ઉપરોકત સુવિધાઓ / સેવાઓનો લાભ લેવા વિનંતી છે. |
(17) માર્કેટ કમિટિ , વિસનગર તરફથી સને - ૨૦૧૪ / ૨૦૧૫ ના વર્ષમાં વિસનગર તાલુકાના ખેડુતોએ અપનાવેલ ટપક સિંચાઇ પધ્ધતિમાં મળેલ નવીન વીજ કનેકશનમાં આર્થિક સહાય પેટે રૂા. ૫૨૧૫૦૦૦/- ની સહાય ચુકવેલ છે. |
(18) માર્કેટ કમિટિ , વિસનગર તરફથી સને - ૨૦૧૪ / ૨૦૧૫ ના વર્ષમાં વિસનગર તાલુકાની સેવા સહકારી મંડળીઓને ફર્નિચર સહાય પેટે રૂા. ૨૩૪૮૭૦૦/- તથા નવીન ગોડાઉન બાંધકામ સહાય પેટે રૂા. ૮૦૦૦૦૦/- ની સહાય ચુકવેલ છે. |
Last updated Date: 20-Oct-2025 , Monday
Rate for 20 Kgs.
Type of Goods | Min Rate (Rs.) | Max Rate (Rs.) |
---|---|---|
જીરું | 2011.00 | 3000.00 |
વરીયાળી | 1000.00 | 2299.00 |
ઘઉં | 321.00 | 412.00 |
બાજરી | 300.00 | 440.00 |
ગવાર | 779.00 | 803.00 |
રાયડો | 615.00 | 727.00 |
એરંડા | 984.00 | 1025.00 |
મેથી | 551.00 | 777.00 |
કપાસ | 900.00 | 1246.00 |
In charge Secretary | KamleshBhai B. Patel |
Vahivatdar | H.N.Darji |
![]() |
Market Yard (A.P.M.C.) Visnagar. |
![]() |
02765-231145, 9426744471 |
![]() |
apmcvis62@yahoo.com |
![]() |
www.visnagarcity.com/apmc/ |